Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી

Share

ભરૂચ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ યોગ્‍ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી સી.બી.બલાતે એક જાહેરનામા ઘ્‍વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્‍કાલિક અસરથી તા.૦૫/૦૨/૨૦૧૮ નાં ૦૮:૦૦ કલાક થી તા.૧૯/૦૨/૨૦૧૮ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્‍યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્‍યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્‍ટર કચેરી – ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્‍વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્‍યકિતઓ, કોઇ લગ્નના વરઘોડાને તથા સ્‍મશાન યાત્રા અને ખાસ કિસ્‍સા તરીકેની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્‍યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement

Share

Related posts

બેંગલુરુમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે કરી 5 ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : નર્મદા સુગરની ચૂંટણી ટાણે ગામડાઓમાં ધમધમાટ.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat
error: Content is protected !!