રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના દરેક વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં મોડી રાતે લગભગ 12 વગ્યાની આસપાસથી પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ ઝપાટા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા.
કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનકથી આવેલા વરસાદથી ડાંગર, તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
Advertisement