Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ…

Share

વિશ્વભરમાં આજે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે. અત્યારસુધી લોકો પર્યાવરણના દિવસે વૃક્ષો વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે, પર્યાવરણ જતન માટે ભરૂચ 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા વર્લ્ડ એનવાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના મહામારીમાં દરેક વ્યક્તિને વૃક્ષોની કિંમત થઈ હશે. પોતાના પરીજનો કે જે કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા છે તેઓના મૃતદેહને બાળવા વૃક્ષના લાકડા ઘણા ઉપયોગી બન્યા છે. તે માટે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલના 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને સિવિલ હોસપોસ્ટની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. જેમાં કોરોનારૂપી મહામારીમાં ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા 108 ના કર્મચારીઓ તથા EME અશોક મિસ્ત્રી ઉજવણી સમારોહ દરમિયાન હાજર રહ્યા હતા.

કોવિડની બીજી લહેરમાં ઘણા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયા હતા ત્યારે આવું લિલુ છમ વન ઉભું કરવાથી પ્રાકૃતિક રીતે પણ ઓક્સિજન વાતાવરણમાં મળી રહેશે.

Advertisement

Share

Related posts

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર સીસીટીવી કેમેરા મૂકી આત્મહત્યા, અકસ્માતોના બનાવોને નિયત્રંણમાં લાવવા કરાયો પ્રયાસ.

ProudOfGujarat

નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!