ભરૂચની ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં દર્દીના પેટમાંથી ૬૪૦ ગ્રામનો પથ્થર નીકળ્યો હતો પણ છેલ્લા ૨૦ વર્ષથી દર્દીના પેટમાં દુખાવો અને પેશાબમાં તકલીફ થી પીડાઇ રહ્યા હતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીને પણ હાશકારો અનુભવ્યો હતોબનાવની મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લાના ડેડિયાપાડાના ૬૨ વર્ષીય મોનીસિંગ માનસિંગ વસાવા કે જેવો છેલ્લા ૨૦ વર્ષથી પેટમાં દુખાવાના કારણે પરેશાન હતા અને વારંવાર તેઓને પેશાબમાં પણ તકલીફ થતી હતી અને તેઓએ આ બીમારીની સારવાર માટે ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલ જીલ સર્જીકલ હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયા હતા.
હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર જયંતિ વસાવાએ દર્દીનું ૨ કલાક ઓપરેશન કર્યા બાદ દર્દીના પેટમાંથી ૬૪૦ ગ્રામનો ૪ ઈંચની લંબાઈ અને ૩ ફૂટ પહોળાઇ વાળો પથ્થર બહાર કાઢ્યો હતો. જેના કારણે દર્દીને પણ છેલ્લા ૨૦ વર્ષથી પેટની બીમારીથી છુટકારો થયો છે છેલ્લા ઘણા સમયથી મોનીસિંગ વસાવા પેટમાં પથરી ના દુખાવા થી ગંભીર રીતે પીડાઈ રહ્યા હતા પરંતુ તેઓની આ સમસ્યાનું નિરાકરણ ભરૂચની ખાનગી હોસ્પિટલના ડોક્ટર જયંતિ વસાવાએ ઓપરેશન થકી કર્યું છે અને દર્દીની તબિયત સુધારા પર હોવાની માહિતી સાંપડી રહી છે જોકે દર્દીએ ૨૦ વર્ષથી પેટની બીમારીથી પીડાઇ રહ્યો હોવાના કારણે ડોક્ટર તેઓ માટે ભગવાન બની ને આવ્યા હોય તેવો અનુભવ પણ કર્યો હતો..
ભરૂચના ડોક્ટરે બે કલાકના સફળ ઓપરેશન બાદ દર્દીના પેટમાંથી ૬૪૦ ગ્રામનો પથ્થર કાઢયો..
Advertisement