Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ :ચકલા પાસે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા વ્યક્તિ સાથે આસપાસના રહેવાસીઓ દ્વારા હેરાનગતિ..!

Share

ભરૂચ જિલ્લાનો ચોકાવનારો કિસ્સો ભરૂચની દરેક ધર્મ અને સમાજ માટે લાગુ પડે અને ચેતવણી આપનાર લાલ બત્તી સમાન કિસ્સો છે. જુના ભરૂચમા રેહનાર મહેશકુમાર પરસરામ દામાણી લલ્લુભાઈ ચકલા ચાપાંનેરની ખડકીમાં પોતાની ઘરમાં પત્ની સાથે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરી રહ્યા છે. તેઓના ઘર પાસે રહેતા કેટલાક વ્યક્તિઓ સાથે ક્રિકેટ અને અન્ય રમતો બાબતે ઉગ્ર બોલાચાલિ તથા ઝઘડો થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે ઈસમો દ્વારા આ વ્યક્તિને ચોરી અને ગંભીર ગુનાઓમાં ફસાવી દેવાના આરોપ લગાવામા આવ્યા હતા મામલો અવારનવાર ભરૂચ એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલું ન લેવાતા વ્યક્તિ કલેકટર અને ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો પરંતુ તેણે ન્યાય ન મળતા તેઓ આજરોજ પોતાના હક અને ન્યાય માટે પોતાના ઘરની બહાર જ ધારણા પર ઉતરી ગયા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા “કોરોના જાગૃતિ કમીટી” કમિટીની રચના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ – નેત્રંગના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણ’ નાં કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!