આજરોજ ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભેંસોનું ગેરકાયદેસર રીતે નિકાસ કરતા વાહન સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અંતે 17 પશુઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
આજરોજ રાજપારડી ટાઉન વિસ્તારમાં પોલીસને મળેલ બાતમીને આધારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક ટાટા ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને આંતરે રાજ્યમાં લઇ જતા ઈસમો પર વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન રાજપારડી ભાલોદ રોડ મધુમતી નદી પાસે રોડ ઉપર સદર નંબર વાળી ટ્રક મળી આવતા ડ્રાઈવરનું નામ પૂછતાં હિતેશકુમાર ડગદુભાઈ ભોઈ રહે સાગબારા, નર્મદા હોવાનું જણાવેલ તેમજ બીજા ઈસમનું નામ સમીર આશીફ મણીયાર રહે, છાપરી, ધુલીયા જણાવેલ તેઓની ટ્રકમાં જોતા કુલ 17 નંગ ભેંસોની હેરાફેરી કરવામાં આવી રહી હતી તે બદલ પાસ પરમીટ અંગે પ્રવો માંગતા ન હોવાથી અને ભેંસો ભાલોદ ખાતે રહેતા મલેક મોહમદ હુસૈન અને ઉમલ્લા ખાતે રહેતા સુલેમાન ઉંમરસા દીવાનએ ભરાવેલ છે જે મહારાષ્ટ્ર ધુલીયા ખાતે લઇ જનાર હોવાનું ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું. જેમાં 17 નંગ ભેંસો જેની કિંમત કુલ.રૂ.3,40,000/- ગણી અનર ટ્રક gj05yy6960ની કિંમય રૂ.6,00,00/- નદીને કુલ રૂ.9,40,000/-નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ભરૂચ :રાજપારડી પોલીસે ભેંસોનું ગેરકાયદેસર નિકાસ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા: 17 પશુઓને મુક્ત કરાયા
Advertisement