ભરૂચ જિલ્લાના દહેગામ ભલાઈ ફળિયા પાસે આવેલ ખેતરમાંથી જુગાર રમતા 8 જુગારોને ભરૂચ એલ. સી. બી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લામાં પ્રોહી અને જુગારના કાળા રેકેટને અટકાવામાં માટે એલ. સી. બીની એક ટીમ કાવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમીને આધારે દહેગામ ભલઇ ફળિયા પાછળના વિસ્તારમાં આવેલ ખેત્રીમાં ખુલ્લી જગ્યાઓમાં જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જુગારના અંગઝડિત રોકડા રૂ.2,41,520/- સહિત દાવ પરના રૂ.17000/- મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂ. 22000/-, ટવેરા ગાડી gj01ry4780 કિંમત રૂ.2,00,00/- મળીને કુલ રૂ.4,80,520/- સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોંપવામાં આવ્યા હતા.
પકાડેયલ 8 આરોપીઓના નામ (1)અફઝલ ઇબ્રાહિમ પટેલ રહે, કાવી તા. જંબુસર (2)યાકુબ ઉર્ફે અક્કુ બારું ઈબ્રાહીમ રહે કાવી, તા. જંબુસર (3) કાન્તિલાલ ભાયાલાલ પટેલ રહે ચાણક્યપુરી અમદાવાદ (4) અલ્પેશ રામઆશરે પાલ રહે. અકોટા વડોદરા (5) જાકીર અહેમદ પઠાણ રહે કાવી, તા. જંબુસર (6). રમેશભાઈ રયજીભાઈ ચૌહાણ રહે. પોર, વડોદરા (7) યાકુબ ઈબ્રાહીમ ભાણા રહે. સારોદ, તા. જંબુસર અને (8) અબ્દુલ વલીભાઈ ઘોડીવાલા રહે. ટંકારીયા, પાલેજ.ની ધરપકડ કરવામાં આવી હતી.
ભરૂચ પોલીસે દહેગામ ભલઈ ફળિયા પાસેથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા
Advertisement