વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વાયુવેગે ફેલાવું અને કપરી પરિસ્થિતીનું નિર્માણ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વિનાશનું કારણ બન્યું. કોરોનાની બીજી લહેરમાં દેશભરની હોસ્પિટલોમાં બેડનો અભાવ, ઑક્સીજન સિલિન્ડરની ખપત અને કોવિડ દર્દીઓની લાચારી જોવા મળી. ડગલેને પગલે અર્થીઓ ઉઠતી નજરે પડી તો કબરસ્તાનોમાં પણ લાશોના ખડકલા જોવા મળ્યા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલુ બચ્ચો કા ઘર. બચ્ચો કા ઘર ધાર્મિક અને શૈક્ષણિક તાલીમ વહેંચતી એક સંસ્થા છે. કોરોનામાં શૈક્ષણિક કાર્ય એક તરફ બંધ હતું ત્યારે આ સંસ્થા ગરીબો અને લાચારો માટે જીવન સંજીવનીનું સબબ બની.
બચ્ચો કા ઘરની બિલ્ડીંગમાં 29 માર્ચ 2021 નાં રોજથી કોવિડ આઇસોલેશન અને કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. વાગરા તાલુકામાં આ પ્રથમ 24 કલાક કાર્યરત, એમડી અને ફિજીશિયન ડોક્ટરોની ટિમ, મેડિકલ સ્ટોર, લેબ અને ઑક્સીજન સહિતની તમામ સુવિધાઓ સાથે કોરોના દર્દીઓ માટેનું નિઃશુલ્ક કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. આ કોવિડ સેન્ટર મેનેજમેંટમાં રહેલા અને દુખીયાજનોની વહારે હંમેશા આવતા એવા મહમ્મદ અલી પટેલ અને આરિફ પટેલ ઉર્ફે મુન્નાભાઈ દ્વારા કોવિડ સેન્ટરનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું. રાત દિવસ જેમને બેડની જરૂર પડતી એવા દર્દીઓને એડમિશન અપાવી યોગ્ય સારવાર અપાવતા.સંસ્થાના સંચાલકોના અભિગમથી અહીં કોવિડ 19 આઇસોલેશન એન્ડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી.
વાગરા બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ સ્ટોર અને લેબની વ્યવસ્થા સાથે ફ્રી માં દવાઓ દર્દીઓને આપવા માટે અલગ મેડિકલ સ્ટોર બનાવવામાં આવ્યો હતો. દર્દીઓનાં સગા સંબંધીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા રાખવામા આવી હતી. દર્દીઓ તેમજ સગઓને ગુણવત્તા યુક્ત ભોજન પણ આપવામાં આવતું હતું. દરરોજ એમડી ફિજીશિયન દ્વારા દર્દીઓની ચકાસણી અને અપડેટ આપવામાં આવતું હતું.
ભરૂચ : વાગરા સ્થિત બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ગરીબો માટે જીવન સંજીવની સાબિત થયું…
Advertisement