ભરૂચ જિલ્લામાં રસ્તાની સમસ્યા ઘણી રહેતી હોય છે. જ્યાં જોઈએ ત્યાં ઠેર-ઠેર ધૂળની ડમરીઓ ઊડતી હોય છે. ભરૂચ નગરપાલિકા રસ્તાઓનું કામ હાથમા તો લે છે પરંતુ તેણે સંપૂર્ણપણે પૂરું કરતું નથી જેથી આસપાસના રહેણાંક વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ચોમાસાની ઋતુ સામે આવી રહી છે અને ભરૂચના વોર્ડ નં. 5 ના મકતમપુર વિનય પાર્ક દરગાહ ફળિયું પાસે ડ્રેનેજ લાઈનનું ખોદકામ કરી અને પાઈપલાઈનો નાંખ્યા બાદ રસ્તાનું કોઈ સમારકામ ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના વોર્ડ નં. 5 ના મક્તમપુર વિનય પાર્ક દરગાહ ફળિયું પાસે બે-ત્રણ મહિના અગાઉ ડ્રેનેજ લાઈન માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને ડ્રેનેજ લાઈનો નાંખવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ ડામર અથવા આર.સી.સી. નો રોડ બનાવવાની જગ્યાએ જે-તે રસ્તાને કપચી અને રેતી વડે કાચો રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો.
ભરૂચના એમ.એલ.એ સહિત ભરૂચ નગરપાલિકા પ્રમુખ અને ભરૂચ નગરપાલિકા ઉપપ્રમુખ વોર્ડ નં. 5 ના જ હોવાથી કોઈ ધ્યાન ન આપતું હોવાનું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે અને નગરપાલિકાની કાચી કામગીરી દેખાઈ રહી છે. દર વર્ષે રસ્તાઓને એક-એક પાઈપલાઈનો માટે તોડી નાંખવામાં આવે છે અને તેણે વહેલી તકે ફરીથી બનાવામાં આવતો નથી. આની પાછળ તંત્ર જાણે ઢીલી નીતિ અપનાવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. યોગ્ય રસ્તાનું સમારકામ નહીં થાય તો વરસાદના પાણીથી ડ્રેનેજ લાઈનો બહાર આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. કામ પૂર્ણ કર્યું ન હોવાને કારણે જવાબદાર કોણ ? દર વર્ષે ભરૂચ જિલ્લામાં રોડની સમસ્યાઓ ઉભી થતી હોય છે વારંવાર બનેલા રોડ તોડીને પાઈપલાઈનો નાંખીને તે જ હાલતમાં છોડી દેવામાં આવે છે અને જ્યાં સુધી સોસોયટીઓ દ્વારા અરજીઓ ન કરવામાં આવે ત્યાં સુધી રોડનું કામ શરૂ થતું નથી. જેથી નગરપાલીકા પર રસ્તાને લઈને ઘણા સવાલો ઉઠે છે.
ભરૂચ જિલ્લાના વોર્ડ નં.5 વિસ્તારમાં રસ્તાનું કામ પૂર્ણ ન થતા રહીશોને હાલાકી : વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ…
Advertisement