ભરૂચ જિલ્લામાં હવે પ્રતિદિન કોરોના મહામારીના નવા કેસોમાં ઘટાડો થતો જોવા મળતા વહીવટી તંત્ર સહીત આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ જિલ્લામાં કોવીડ સ્મશાનમાં પણ પહેલા બેકી સંખ્યામાં નોંધાતા મૃતકોના આંક હવે મ્રુત્યુઆંક એકી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં બુધવારના રોજ નવા 28 પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લાનો કુલ આંક 10422 ઉપર પહોંચ્યો છે.ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં 10 અને શહેરી વિસ્તારમાં 02 મળીને સૌથી વધુ 12 નવા કેસો નોંધાયા હતા.
જયારે અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 137 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી જતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી જિલ્લામાં કુલ 9877 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. નવા નોંધાયેલા કેસોમાં ભરૂચ શહેર અને તાલુકામાં સૌથી વધુ 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં હજીય 434 એક્ટિવ કેસો સારવાર હેઠળ દાખલ છે. જયારે જિલ્લામાં વધુ એક વ્યકતિનો કોરોના ડેથ રિપોર્ટ આવતા જિલ્લામાં સત્તાવાર મોતનો આંક 111 થયો છે. જિલ્લામાં ગ્રામ્યમાં 671 અને શહેરમાં 350 મળીને કુલ 1021 કન્ટેન્ટમેન્ટ ઝોન એક્ટિવ છે.