સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને કેટલાય દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ભરૂચ સિવિલ હોસ્પીટલ એકમાત્ર જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાઇ રહી છે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ અદ્યતન સુવિધા સાથે તૈયાર કરાયું છે પરંતુ તેમાં ઝરણાનું પાણી ભરાઇ રહેવાના કારણે વાહન પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. પાર્કિંગમાં પાણી હોવા છતાં સિવિલ હોસ્પિટલ ઉપર વધુ પાંચ માળની ઈમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે પાર્કિંગમાં ઝરણાના પાણીથી નીચેના પાયા હલી જવાના કારણે બિલ્ડીંગ ધસી પડે અને અંદર રહેલા દર્દીઓ જીવ ગુમાવે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં મૂંઝાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના નવ તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ હોય તો તે છે ભરૂચ સિવિલ હોસ્પીટલ અને આ સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે રોજ આવતા હોય છે અને કેટલાય દર્દીઓ વિવિધ વોર્ડમાં સારવાર પણ લઈ રહ્યા છે.
તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે અને અન્ય રોગના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ પાર્કિંગમાં ફૂટી નીકળતા ઝરણાના પાણીથી જમીન પોલાણ થવાના કારણે બિલ્ડીંગ ધસી પડે તેવી દહેશત લોકોમાં વર્તાઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગના ભારણના કારણે બિલ્ડીંગ ગમે ત્યારે પડે અને કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ અહીંયા ઉત્પન્ન થઈ રહ્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલ હંમેશા વાદ વિવાદમાં રહેતી હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના નિર્માણ કાર્ય પાછળ કરોડો રૂપિયાનું આંધણ સરકારે કર્યા બાદ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી સંસ્થાને સોંપવામાં આવ્યુ હોવાની માહિતિ સાંભળી રહી છે અને જ્યારથી સિવિલ હોસ્પિટલનું સંચાલન સંસ્થાને સોંપવામાં આવ્યું છે ત્યારથી ભરૂચ સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ ઉપર વધુ પ માળની ઇમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ કારણકે સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ ઉપર ચાલી રહેલા નિર્માણ કાર્ય માટે કામદારોની પણ કોઈ જ સેફટી જોવા મળતી નથી પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્યમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં સીસીટીવી ફૂટેજ સાથે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના આ અદ્યતન સુવિધાવાળા પાર્કિંગમાં જમીનમાંથી ઝરણું ફુટવાના કારણે સતત પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેના કારણે અદ્યતન સુવિધાવાળું પાર્કિંગ બિનઉપયોગી બની ગયું છે અને સિવિલ હોસ્પિટલમાં આવતા લોકો પોતાના વાહનો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ પાર્કિંગ કરી રહ્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટી માત્રામાં ઝરણાના પાણી ભરાઇ રહેવાના કારણે પાર્કિંગની જમીનમાં પોલાણ થઈ રહ્યું છે અને તેના કારણે સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગના પાયાઓ પણ નબળા પડી શકે તેવી દહેશત વર્તાઇ રહી છે છતાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના ૪ માળની ઇમારત ઉપર વધુ ૫ માળની ઈમારતનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલ નવ માળની ઈમારત બની રહી છે ત્યારે બિલ્ડિંગના વધુ ભારણના કારણે પાર્કિંગમાં ફૂટી રહેલા ઝરણાના પાણીથી જમીનમાં પોલાણ થાય અને ગમે ત્યારે ધસી પડે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ કે હોસ્પિટલ સત્તાધીશોના જાનમાલને નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં મૂંઝાઈ રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગ ઝોનમાં ફૂટી નીકળતા ઝરણાના પાણીથી બિલ્ડીંગ ધસી પડવાની દહેશત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ પણ સિવિલ હોસ્પિટલની આવડતના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી છે.