Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતનાં 36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત : શોપિંગ કોમપ્લેક્ષ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

Share

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.

કોરોના મહામારીએ ગુજરાતમાં આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ ઓછામાં ઓછા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા સાથે જ સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયુ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.

Advertisement

રૂપાણી સરકારે રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.


Share

Related posts

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રૂ .૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ ભવનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વડોદરા-કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત-અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં કરી તોડફોડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!