શ્રી શત્રુંજય તીર્થાધિરાજની ૪૯૦ મી દાદા આદિનાથની સાલગિરિ, સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય જયઘોષ સુરીશ્વરજી મહારાજની ૭૧ મી દિક્ષાતિથી અને યુગપ્રધાન આચાર્યશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની ૬૯ મી દિક્ષાતિથીનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ભરૂચના ઝાડેશ્વર જૈન સંઘ વિમલનાથ જિનાલયના આરાધના ભવનમાં પહ્મદર્શનવિજયજી મહારાજની પધરામણી થઇ હતી. આ પાવન પ્રસંગે ગુણાનુવાદની સભાનું આયોજન થયુ હતુ, જેમાં સંઘના વિશિષ્ટ મોવડીઓ હાજર રહ્યા હતા. પ્રસંગાનુસાર વિશિષ્ટ સંઘપૂજનો થયા હતા. પહ્મદર્શનવિજયજી મહારાજે સંગોષ્ઠિ દરમિયાન જણાવ્યુ હતુ કે શાસન સંઘ સમાજ અને પરિવારના પાયામાં મૈત્રી હોય તોજ તેનું મહત્વ છે. જેમના રોમ રોમમાં અને લોહીના બુંદ બુંદમાં શાસન અને સંઘરાગ હતો એવા જયઘોષસુરીશ્વરજી મહારાજ અને ચંદ્રશેખરવિજયજી મહારાજની સંયમ પરિણતિ મુઠ્ઠી ઉંચેરી હતી. ગીતાર્થતાની ટોચ ઉપર જયઘોષસુરીજી મહારાજ હતા. દેસ કાળને અનુરૂપ તેઓ ગીતાર્થતાનો ઉપયોગ કરતા હતા. આગ અને આંસુનો સમન્વય એટલે ચંદ્રશેખરવિજયજી મહારાજ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ