Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં જીવતે જીવ અપરણીતને મરણ જાહેર કરીને મિલ્કત પચાવી પાડતા પોલીસ ફરીયાદ.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગમાં દસ્તાવેજો અને સાક્ષી રજુ કરી મિલ્કત પચાવી પાડતી ધટના સામે આવી છે. જ્યાં ફરિયાદીને જીવતે જીવ મરણ પામ્યા હોવાનું બતાવી વારસાઈ કરી મિલ્કત પચાવી પાડયાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

જેમાં નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં સ્વ.ધરમસિંહ ભાણા પ્રજાપતિ અને સ્વ.ગોવિંદ ભાણા પ્રજાપતિની જમીન નેત્રંગ ખાતે સીટી સર્વે નંબર ૩૬૬ થી રજિસ્ટર્ડ હતી. જેમાં સ્વ.રઘુવીર પ્રજાપતિના કાયદેસરના વારસદારને જમીનનો ભાગ નહીં આપવો પડે તે માટે આરોપી ભુપત ધરમસિગ અને ગોવર્ધન પ્રજાપતિએ એપ્રિલ ૨૦૦૬ માં સિટી સર્વે ઓફીસ અને તલાટી ક્રમમંત્રી આગળ ખોટા દસ્તાવેજો અને સાક્ષી સહી રજુ કરી રઘુવીર પ્રજાપતિને અપરણિત મરણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી ગોદાવરી ધરમસિંગ અને બીજા ઘરના ૮ સભ્યોના સીધી લીટી વારસદાર તરીકે ખોટા દસ્તાવેજો ઉભા કરી નામ વારસાઈમાં દાખલ કરી દીધા હતાં. જ્યાં ભુપત ધરમસિગ અને ગોવર્ધન પ્રજાપતિના બાકી વારસદારએ હક હિસ્સો ઉઠાવી લીધો હતો.અને ભુપત ધરમસિગ અને ગોવર્ધન પ્રજાપતિએ સીટી સર્વેની કચેરીમાં 244 અને 245 ની નોંધ મિલ્કત પોતાના નામે કરાવી લીધી હતી.

Advertisement

આ બાબતે નેત્રંગ પો.સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરાઇ હતી, જેમાં નેત્રંગ પોલીસે ઘટનની ગંભીરતા જાણી૧ ૭ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી,અને ધરપકડના ચક્રોગતિમાન કયૉ હતા.


Share

Related posts

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

ProudOfGujarat

ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત

ProudOfGujarat

દિવાળીના સમયે મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!