પ્રાપ્ત માહિતી મુજબ કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાનો ઇતિહાસ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલના સન ૧૯૨૮ ના બારડોલી સત્યાગ્રહ બાદ અંગ્રેજોના ત્રાસ જુલમથી બચવા લોકો રાજપીપળા સ્ટેટના ચાસવડ ખાતે સ્થળાંતર થયા હતા, જેમાં આદિવાસી વિસ્તારમાં મીઠુબેન પીટીટ અને કલ્યાણજી મહેતા ધ્વારા સન ૧૯૨૯ માં ફરતાં દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં દવાખાનું સ્થાપવા પાછળનું કારણ એ હતું કે, રાની પરજ અને આદિવાસી સમાજના લોકોમાં મકીૅ નામનો જીવલેણ રોગચાળો ફાટી નિકળ્યો હતો, અને આ ગંભીર બિમારીમાં સપડાયેલા લોકોની સારવાર કરવા મીઠુબેન પીટીટે ઝંડું ફામૅસીની મદદ લઇને અહીં ફરતું દવાખાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ સન ૧૯૩૪ માં ૪ બેડની ગ્રાન્ટ ઇન ઓઇડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જ્યારે દવાખાનાની સ્થાપનાને આજે ૯૦ વષૅ પુરા થયા છે, ત્યારે આજે પણ નિત્યક્રમ એટલે કે રોજના ૫૦ થી ૬૦ જેટલા દદીૅઓને આરોગ્યલક્ષી સારવાર કરાવવા માટે આવતા હોય છે, જેમાં શરદી, ખાસી, તાવ, ઉધરસ, ઝાડા, ઉલ્ટી જેવી ગંભીર બિમારીઓને રાહતદરે એટલે માત્ર ૫ થી ૧૫ રૂપિયાના ખચૅ તમામ પ્રકારની સારવાર આપીને દદીૅ સ્વસ્થ થઇ જાય છે, જે આજના પ્રાઇવેટ અને સરકારી દવાખાના કરતાં પણ ઉત્તમ કામગીરી આદિવાસી વિસ્તારમાં કરી રહ્યું છે, આ દવાખાનાના તબીબ ડો.બિપિનભાઈ રાઠોડ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત થતાં તેમનું સારવાર દરમ્યાન અકાળે મૃત્યુ થયું હતું, તબીબના મૃત્યુ બાદ સાવૅજનીક દવાખાનામાં દદીઁઓની લાંબી કતારો જોવા મળતી હતી, પરંતુ તબીબના હોવાથી દદીઁઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેમાં કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા ગરીબ દદીઁઓના હાલાકીના નિરાકરણ માટે ડૉ.ગાયત્રીબેન વસાવાની વરણી કરીને સાવૅજનીક દવાખાનનું ફરીવાર રાબેતા મુજબ શરૂ થતાં આદિવાસી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા માંડી હતી. જે દરમ્યાન નેત્રંગ તા.પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા, ચાસવડ સરપંચ મનસુખભાઇ વસાવા, હાદિઁકસિંહ વાંસદીયા, મુકેશ પટેલ, કવચીયા સરપંચ ગોપાલભાઈ વસાવા અને ધીરજ પરમાર જોડાયા હતા.
કસ્તુરબા સેવાશ્રમ ચાસવડ આશ્રમશાળા અને દવાખાનું ૯૦ વષૅથી દ.ગુજરાતના આદિવાસી વિસ્તારમા દીવાદાંડી સ્વરૂપે કાયૅ કરી રહ્યું છે, જેમાં ચાસવડ આશ્રમ શાળાનું સાવૅજનીક દવાખાનું છેલ્લા ૯૦ વષૅથી ચાલે છે, અને દર મહિને ૧૫૦૦ થી ૨૦૦૦ ગરીબ આદિવાસી દદીૅઓને રાહતદરે સારવાર આપે છે, જ્યારે સરકાર માન્ય ગુજરાતની પ્રથમ ચાસવડ આશ્રમ શાળામાં આદિવાસી બાળકોને ધો. ૧ થી ૮ નો અભ્યાસ તેમજ જીવનધડતરની તાલીમ આપવામાં આવે છે, અને ગીર ગાયની ગૌશાળાનું આયોજન કરી દુધની સાથે આશ્રમશાળામાં જ પકવેલ શાકભાજી અને કઠોર જેવા પૌષ્ટીક આહાર આપવામાં આવે છે.
નેત્રંગ : ચાસવડ આશ્રમ શાળાનાં સાર્વજનિક દવાખાનામાં નવા તબીબની વરણી કરાઇ.
Advertisement