..
::-આજ રોજ ભરૂચ ના હૉસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થી ભાડભુત ગામ ના રહીશો તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય રેલી યોજી ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ….આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભાડભુત ગામ માં નર્મદા નદી ના કિનારે વસેલું ગામ છે અને હિંદુઓનું આસ્થા કેદ્ર છે……
ગામ લોકો ને મળેલ માહિતી મુજબ હાલમાં કેટલાક મુસ્લીમો દ્વારા ભાડભુત ખાતે એક ષડયંત્ર રચવામાં આવેલ છે.અને ભાડભુત ગામ ની સિમ ના એક મોટી ઇમારત બાંધી ત્યાં જેહાદી પ્રવુતિઓ કરવામાં આવશે તેવી લોક ચર્ચા શરૂ થયેલ છે…..અને કોઈ પણ સત્તા ની પરવાનગી લીધા વિના ભાડભુત ગ નું નામ મુસ્તુફાબાદ લખી દીધેલ છે …વધુ માં જણાવવા મા આવ્યું હતું કે મુસ્લીમો ભાડભુત ગામ નું ઇસ્લામીકરણ કરી ભવિષ્યઃ માં મુસ્તુફા બાદ બનાવવા ઇચ્છે છે……
આજ રોજ સમગ્ર બાબત ને લઇ ભાડભુત ગામ ના રહીશો તેમજ ભરૂચ શહેર ના હિન્દૂ સંગઠનો એ મોટી સંખ્યા માં ભેગા થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થી રેલી યોજી શક્તિનાથ થઇ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી વહેલી તકે સમગ્ર મામલા ઉપર એક્શન નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી…




Advertisement