ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીએ ઘણો કહેર વર્તવ્યો છે. લોકોને દવાઓ અને ઓક્સિજનની ખુબ જરૂર પડતી હતી પરંતુ ઓક્સિજન સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળી રહેતો ન હતો જેથી વર્લ્ડ વિઝન ઇન્ડિયા ક્ષત્રિય વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સ્વાસ્થ્ય વિભાગમાં 25 ઓક્સિજન કોન્સન્ટરેટર્સ મહામારીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા હતા.
આજરોજ વર્લ્ડ વિઝન ઇન્ડિયા ક્ષત્રિય વિકાસ કાર્યકર્મ અંતર્ગત જિલ્લા સ્વાસ્થ્ય વિભાગમાં 25 જેટલાં ઓક્સિજન કોન્સન્ટરેટર્સ કોવીડ 19 મહામારીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્યમંત્રી ઉદ્દેશ સ્વાસ્થ્ય વિભાગની સેવાઓને મદદરૂપ થવા માટે કરવામાં આવ્યો હતો. વર્લ્ડ વિઝન ઇન્ડિયા ક્ષત્રિય વિકાસ કાર્યક્રમના પ્રોજેક્ટ ઓફિસર વિનીત મેસી દ્વારા ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેશ સાહેબને સહાય સોંપવામાં આવી હતી.
આ સમયે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેશ દ્વારા વલ્ડ વિઝન ઇન્ડિયાને મદદરૂપ થવા બદલ શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.