Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં પુનગામ પાટીયા પાસે વાહન ચેકિંગમાં અનેક વાહન ચાલકોને દંડ…

Share

કોરોનાની મહામારીનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કામ વગર બહાર નીકળતાં લોકોની અટક્ળ કરવા પોલીસે કેટલાક નવા અભિગમ અપનાવ્યા છે. અંકલેશ્વરના પુનગામ પાટીયા પાસે વાહન ચેકિંગ કરી પોલીસે નિયમોનો ભંગ કરનારા અનેક વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી મીની લોકડાઉન તથા નાઇટ કરફયુનો અમલ કરાવાઇ રહયો છે.

કોરોનાનું સંક્રમણ રોકવા લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી રહી છે પણ અમુક લોકો કામ વગર બહાર રખડી રહયાં છે. આવા લોકોને રોકવા માટે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. અંકલેશ્વર -હાંસોટ રોડ પર આવેલાં પુનગામના પાટીયા પાસે પોલીસ કાફલો ખડકી દઇ સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

જેમાં લાયસન્સ તેમન માસ્ક વગેરેની તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી. કોરોના કાળમાં પોલીસ જવાનો પણ તાપમાં ખડે પગે સેવા બજાવી રહ્યા છે અને લોકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અનુરોધ કરી રહ્યા છે.


Share

Related posts

ભરૂચ : વરેડીયા પાસે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાનું અજાણ્યા વાહનથી મોત.

ProudOfGujarat

કડકિયા કોલેજમાં આદી કવિ નરસિંહ મહેતા ઉપર વ્યાખ્યાન યોજાયું

ProudOfGujarat

વડોદરામાં BSNL ઓફિસ પાસે ભૂવો પડતાં તંત્ર અકસ્માતની રાહમાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!