ભરૂચ જિલ્લાના ઝઘડિયાના છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી લોકોના હક માટે ફરીથી અવાજ ઉઠાવ્યો. ટવિટરનાં માધ્યમથી ભીલીસ્થાન પ્રદેશને અલગ આપવા માટે ટવિટર પર પૂરજોશમાં યુવાનોનો સહકાર જોવા મળ્યો હતો.
હંમેશા આદિવાસી લોકોના હક માટે લડતા ભરૂચ જિલ્લાના ઝધડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ગઈકાલના રોજ અલગ ભીલીસ્થાનનો મુદ્દો છેડ્યો હતો. ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ એક બાદ એક ટવિટર પર માંગ કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે ભીલ પ્રદેશની માંગ એક નવી તાકાત સાથે લડવાનો સમય આવ્યો છે. જેને પગલે છોટુભાઈ વસાવાને આદિવાસી યુવાનોનો પૂરો સહકાર મળ્યો હતો અને ટવિટર પર #BHILPRADESH_STATE ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. છોટુભાઈ વસાવાએ તેમ વધુ ઉમેરીને જણાવ્યું હતું કે હવે સમય વિસ્થાપનનો છે વિકાસ થશે. દેશમાં પૂર્વજોના જે રીતભાત ચાલતા આવ્યા છે તેણે બચાવવા માટે ભીલ પ્રદેશ જરૂરી બન્યુની માંગ ઉઠી હતી. જેમ તેલંગાના રાજ્ય માટે લડત ચાલવામાં આવી હતી તેવી જ રીતે ભીલ પ્રદેશ માટે સંઘર્ષની લડત લડવી પડશે. જેના માટે યુવાનોની હાજરી ખુબ જ જરૂરી બની છે. છોટુભાઈ વસાવાએ આદિવાસીઓના હાથમા રાજ ન આવે એટલે આદિવાસીઓને વહેંચી દેવામાં આવ્યાના આહવાનો છોટુભાઈ વસાવાએ માંગણી સ્વરૂપે મુક્યા હતા જેથી આદિવાસી લોકોને પણ દરેક લોકો જેવો સહકાર મળી રહે અને સન્માન મળી રહે તેના માટે માંગણી કરવામાં આવી હતી.