Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસે જંબુસરના અણખી ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

આજરોજ જંબુસરના અણખી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસની ટીમ જંબુસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલ બાતમીને આધારે જંબુસર તાલુકાના અણખી ગામની સીમમાં આરોપી વિક્રમભાઈ ઠાકોર રહે.અણખી, જંબુસર એ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમાં રોયલ ચેલેન્જ ફાઇનીસ્ટન પ્રીમિયમની વીસ્કી 750 મીલીની કંપની શીલબંધ બોક્સ નંગ 44 માં કુલ બોટલ નંગ 528 જેની કિંમત 2,11,200/-, રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વીસ્કી 180 મીલી કંપની શિલબંધ બોક્સ નંગ 71 માં કુલ બોટલો 3408 જેની કિંમત 3,40,800/-, ટુરબોર્ગ પ્રીમિયમ બિયર 500 મીલીના કંપની શીલબંધ ટીન બોક્સ નંગ 22 માં કુલ બિયર ટીન 528 જેની કિંમત 52,800/- ટેમ્પો MH43AD0503 જેની કિંમત 5,00,000/- સહિત કુલ 6,04,800/-નો મુદ્દામાલ મંગાવી તેના ખેતરમાં તેની સાથે મળેલા અન્ય આરોપીઓ નામ ભરતભાઈ છોટુભાઈ ઠાકોર રહે. આમોદ ભરૂચ અને બંકટ શંકરભાઇ નિતલે રહે, લાતુર, મહારાષ્ટ્ર ઓને બોલાવીને ભારતિય બનાવતની વિદેશી દારૂનું વેચાણ કરતો હતો તે દરમિયાન હેડ કોસ્ટેબલ જોગેન્દ્રદાન સહિતની ટીમ રેઇડ કરતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. આ મુદ્દામાલ ક્યાંનો છે અને ક્યાં પહોંચાડવાનો છે તેની તપાસ હાલ ચાલુ છે.

Advertisement

Share

Related posts

સુરત : ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ૧૩.૫૬ લાખની કિમતનું ચરસ ઝડપાયું

ProudOfGujarat

ભારત સામેની પહેલી ત્રણ વન-ડે માટે આફ્રિકાની ટીમ જાહેર કરાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!