Proud of Gujarat
GujaratFeaturedINDIA

બેફામ બની બિન્દાસ અંદાજ માં વિદેશીદારૂ નો જથ્થો ભરી વહન થતી સ્વીફ્ટ કાર ને ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……..

Share

ગાંધી ના દારૂ બંધી વારા ગુજરાતમાં જાણે કે દારૂ બંધી માત્ર કાગળ ઉપર હોય તેમ લાગી રહ્યું છે…ભરૂચ શહેર માં બેફામ બની દારૂ નો વેપલો કરતા તત્વો જાણે કે કાયદાના ખોફ વિના એટલી હદે બેફામ બન્યા છે કે થોડા દિવસ આગાઉ કલેકટર ઓફિસ નજીક થી વિદેશી દારૂ ભરી બિન્દાસ અંદાજ માં જાહેર માર્ગ ઉપર થી વહન થતી રીક્ષા ઝડપાયા ની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં તો વડોદરા પાસિંગ ની સ્વીફ્ટ કાર માં બિન્દાસ અંદાજમાં વિદેશી શરાબ તેમજ બિયર ના જથ્થા ને વહન કરી લઇ જતા અને મકતમપુર નવી વસાહતમાં રહેતા ચિરાગ કમલેશ નામ ના શખ્સની અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી શરાબ તેમજ બિયર ની કુલ ૨૫ થી વધુ પેટીઓ અને સ્વીફ્ટ કાર સાથે ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માં આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક થી સી ડિવિઝન પી આઈ કવા તેમજ તેઓની ટીમ દ્વારા ધરપકડ કરી તેના વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસે કાયદેસરની કર્યાવહી હાથધરી આ દારૂ નો જથ્થો  ક્યાં થી કોની ત્યાં પહોંચાડવાનો હતો તે અંગે ની વધુ તપાસ હાથધરી હતી…….

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં બિન્દાસ અંદાજ માં વિદેશી શરાબ નો જથ્થો બુટલેગરો ઘુસાડતા હોવાની અનેક વખત લોક ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે ..તો અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારે બેફામ બની જાહેર માર્ગો ઉપર થી ધોળે દિવસે દારૂ ના જથ્થા ને વહન કરવાની હિમ્મત શુ કોઇ વહીવટદારો ના આશીર્વાદ થી બુટલેગરો માં આવે છે..?? કે પછી બુટલેગરો માં ખાખી નો ખોફ રહ્યો નથી ..??તે પ્રકાર ની લોક ચર્ચાઓ પણ આ પ્રકાર ના બિન્દાસ અંદાજ માં ભરૂચ ના માર્ગો પર વહન થતા અને એક પછી એક દારૂના જથ્થા ઝડપાયા ના બનાવો બાદ થી લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે……


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં યોગદિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ, માંડવી રોડ પરથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો…

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાંથી ફરી એકવાર મેડિકલ વેસ્ટ ઝડપાયું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!