Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

Share

ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં તેને મોત મળી ગયું હતું.

ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામમાં રહેતા રોહિત માછીનો 18 વર્ષીય પુત્ર હિતેશ ગરમીથી રાહત મેળવવા માટે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો. પાણીમાં ન્હાતી વેળા તેને ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નદીમાં માછીમારી કરી રહેલાં માછીમારોએ યુવાનને ડુબતો જોઇ તેમની બોટ લઇ ત્યાં પહોંચી ગયાં હતાં પણ હિતેશને બચાવી શકાયો ન હતો.

ઘટનાની જાણ થતાં નદી કિનારે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ હિતેશના મૃતદેહને નદીમાંથી શોધી કાઢયો હતો. મૃતક હિતેશ એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકાના માછસરા ગામમાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

લીંબડી તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે ત્યારે આજ રોજ લીંબડી એસટી ડેપોમાં ફરજ પરના કર્મચારીઓના કોરોના રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં

ProudOfGujarat

શું!! ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર ખર્ચ્યા 93 લાખ રૂપિયા, જુઓ ડાયમંડ રોઝ અને 24 કેરેટ ગોલ્ડ કપકેક!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!