ભારત સહિત વિશ્વની અંદર કોરોના મહામારીએ ઘણો કહેર વર્તવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં પણ કેટલાય લોકો પરિવાર વિહોણા થયા છે સાથે મુત્યુનો આંક વધ્યો હતો. દેશની સરકાર દ્વારા કોરોના સામે નિરાકરણ મેળવવા માટે રસિકરણનો કાર્યક્રમ છેલ્લા 1 વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 45 કે તેથી વધુ વ્યના લોકો જેમનું રસીકરણ હાલ બાકી છે તેઓ માટે 3 સેન્ટરો ઉભા કર્યા છે જેથી જાહેર જનતા લાભ લઇ શકશે.
ભરૂચ જિલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લીધી હતી. રસીકરણ કેમ્પની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરએ ૪૫ થી વધુ ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રજાજનોને કોઈ પણ જાતના ડર વગર વેક્સીન લેવાની અને રસીકરણ ઝૂંબેશનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ સોની, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…
Advertisement