તૌકતે વાવાઝોડાએ ગુજરાત રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુઘી દહેશત મચાવી હતી જેને પગલે લોકોને ઘણું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. લોકો ઘર વિહોણા થયા હતા તો ક્યાક ખેડૂતોના પાકોને નુકશાન થયું હતું. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ જો પાકોમાં નુકશાન થાય તો ખેડૂતોની સ્થિતિ વધુ કપરી બનતી હોય છે. તેવામાં તૌકતે વાવાઝોડુ શાંત થયા બાદ પણ છેલ્લા 10 દિવસ સુઘી સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વિજપુરવઠો ન મળતા ખેડૂતોમાં પાકના નુકશાનને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો.
જેની સામે ગઈકાલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા તરફથી જી.ઈ.બી. ને ભરૂચ જિલ્લાના ગામડાઓના વીજ ફીડરો શરૂ કરવાની માંગણી કરી હતી, તેની સામે પાગલરૂપે વીજ કંપની દ્વારા ખેડૂતોને આજથી પુનઃ ખેતીની વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ વીજળી ઉનાળા જેવી ઋતુમાં 8 કલાક જ મળવાથી પિયત ખેતીને નુકશાન પહોંચે છે અમુક માત્રમાં જ વીજળી મળતી હોવાથી પાકને નુકશાન પહોંચે છે જેથી એક મહિના ચોમાસુ શરૂ થાય એ પહેલા વીજ પુરવઠો ૧૬ કલાક કરવા માટે તેની સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી.