ભારત સહિત વિશ્વની અંદર કોરોના મહામારીએ ઘણો કહેર વર્તવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં પણ કેટલાય લોકો પરિવાર વિહોણા થયા છે સાથે મૃત્યુનો અંક વધ્યો હતો. દેશની સરકાર દ્વારા કોરોના સામે નિરાકરણ મેળવવા માટે રસિકરણનો કાર્યક્રમ છેલ્લા 1 વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 45 કે તેથી વધુ વયના લોકો જેમનું રસીકરણ હાલ બાકી છે તેઓ માટે 3 સેન્ટરો ઉભા કર્યા છે જેથી જાહેર જનતા લાભ લઇ શકે.
ભરૂચ જિલ્લામાં હાલ સુધી લગભગ 10125 પોઝીટીવ કેસ નોંધાયા છે તેની સામે પડકારરૂપ પગલાં લેવા માટે રસીકરણના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી 45 કે તેથી વધુ વયના લોકો માટે કોવીડ 19 વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે 18 થી 44 વર્ષના લોકો માટે સરકારે વેક્સીનેશન શરુ કર્યું છે ત્યારે બાકી રહેલ 45 કે તેથી વધુ વયના લોકોની વેક્સીનેશન સેન્ટરો અલગ પાડવામાં આવ્યા છે જેથી લોકોના ટોળાં ભેગા ન થાય અને કોરોના સામેનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ભરૂચ શહેરમાં 3 જગ્યા પર (1) ઓમકાર નાથ હોલ, શક્તિનાથ, ભરૂચ (2) છીપવાડ શાળા, મદીના હોટલ સામે, ભરૂચ અને (3) યુનિયન હાઈસ્કૂલ, જુના બજાર,ભરૂચ જગ્યા પર રસિકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક સેન્ટરો પર 130 જેટલાં લોકોને એક સેન્ટર પર રસી મુકવામાં આવશે. તમામ નાગરિકોને કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર સ્થળ પર જઈને રસીકરણનો લાભ લઈ શકશે. ત્રણ સેન્ટરો પર આગામી 31 તારીખ સુધી રસિકરનનો લાભ રહી શકશે. આજરોજ ત્રણેય સેન્ટરો પર 1 વાગ્યાં સુધી જ 100 થી વધુ લોકોએ રસિકરણનો લાભ લીધો હતો.
ભરૂચ શહેરમાં 45 થી વધુ વયના લોકો માટે 3 સેન્ટરો પર કોવીડ – 19 નું રસીકરણ શરૂ : જુઓ ક્યાં સ્થળ પર.
Advertisement