ભરૂચ જેસીઆઇ દ્વારા જિલ્લાના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ માત્ર ભરૂચ જિલ્લામાંં વસતા લોકો જ આ સેવાનો લાભ લઇ શકશે. વધુમાં જણાવાયા મુજબ જે કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ નીચુ હોય અને હોસ્પિટલમાં જગ્યા મળતી ન હોય, જેને ડોકટરે ઘરે રહીને ઓક્સિજનની સારવાર લેવાની સલાહ આપી હોય અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય પણ ઘેર હજુ ઓક્સિજનની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ આ સેવાનો લાભ લઇ શકશે.આ સેવા માટે રોજનો ફક્ત રુ.બસો નિભાવ ખર્ચ લેવામાં આવશે. ઉપરાંત રિફંડેબલ ડિપોઝીટ પેટે રુ.પાંચ હજાર આપવાના રહેશે. લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડોક્ટરનું પ્રિસક્રિપ્સન, રિકમનડેશન લેટર, આધારકાર્ડ તેમજ આર.ટી.પી.સી.આર રિપોર્ટ લાવવાના રહેશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement