ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલના હસ્તે માંગણીને લઈને ભરૂચ શિક્ષણ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધો. ૧૦ ના માસ પ્રમોશનના નિર્ણય અંગે ઘણી ઉણપો જોવા મળી રહી છે જે અંગે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેના પણ રાજ્ય સરકાર ભારણ આપે તેવી નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા માંગણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહીતી અનુસાર, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતા જેમાંથી ૮ લાખ વિદ્યાર્થોઓને માસ પ્રમોટ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભરૂચ જિલ્લામાં ૨૧૩૦૭ વિદ્યાર્થીઓને માસ પ્રમોટ કરવામાં આવ્યા છે જેની સામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળામાં ધો.૧૧ ના વિદ્યાર્થીઓ માટે કુલ ૧૩૯ વર્ગો છે અને જેમાં ૮૦૦૦ વિધાર્થીઓનો સમાવેશ થઈ શકે છે જેથી સરકાર શાળાઓમાં વર્ગો વધારવા અંગે અને ખાનગી શાળાઓમાં પણ વર્ગ વધારવા અંગે આયોજનબદ્ધ જાહેરાત કરવા માંગણી કરવામાં આવી હતી. અન્ય રજુઆતમાં ૨૧૩૦૭ વિદ્યાર્થીઓ સામે ભણાવી શકે તેવા શિક્ષકો નથી આ વર્ષે માસ પ્રમોશનના કારણે ૩ ગણા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી ૪૯૨ શિક્ષકોની સામે ૯૦ શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે તેના પ્રવાસી શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવે છે જેથી શિક્ષકની ગુણવત્તાના રક્ષણ માટે જાહેરાત કરી જગ્યા પૂરી કરવા યોગ્ય ગ્રાન્ટ ફળવવાની પણ માંગ કરવામાં આવી સાથે સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોટ કરી દીધા પરંતુ તેની બાદની પ્રક્રિયા પર કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેને કારણે શાળાઓમાં પ્રવેશ મેળવવા તેમજ ધો.10 આધારિત નોકરી મેળવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અસમંજસ ઉભી થઈ રહી છે સાથે ૨ દિવસ અગાઉ શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં જણાવામાં આવ્યું હતું કે ૮ લાખ વિદ્યાર્થીઓમાંથી ૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. જેમાં ક્યાં વિદ્યાર્થીઓ અને બીજા ૪ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને કયારે ફી પરત કરવામાં આવશે તેવા પશ્નો થકી માંગણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રાલય ધો.૧૦ નાં વિદ્યાર્થીઓને ‘માસ પ્રમોશન’ નાં ઉતાવળા નિર્ણય બાદ વિદ્યાર્થીઓનાં હિતોનું રક્ષણ હેતુ મહત્વના નિર્ણય જાહેર કરે તેવી NSUI ની માંગ.
Advertisement