ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ફરાર કેદી આરોપીને શોધી કાઢવા માટે પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિગ કરી રહ્યા હતા.
તે દરમિયાન મળેલી બાતમીને આધારે મહિલા આરોપી વહીદા ઉર્ફે મુન્ની ઉર્ફે મિના અલ્લારખા પઠાણ રહે, રૂંગટા સ્કૂલની પાછળ, ભરૂચ તેઓ લગ્ન કરાર જુદા જુદા ખોટા નામવાળા લગ્ન કરાર સ્ટેમ્પ પેપર તૈયાર કરી ખોટા દસ્તાવેજો કરીને ગુજરાતનાં 14 જિલ્લાઓમાં 27 વાર લગ્ન કરી લોકો સાથે લગ્નની ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી રહી હતી ત્યારબાદ મલેશિયા ખાતે કરેલ ગુનામાં પણ 4 વર્ષ સુધી મલેશિયા જેલમાં સજા ભોગવેલ છે જેની આજરોજ તેના જ ઘર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી ભરૂચ શહેર એ ડીવીઝને પોલીસને સોંપવામાં આવી હતી.
Advertisement