ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે રુ. 1,32,59,378/- ના મુદામાલને કબ્જે કરી 7 આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું. કેમીકલ ચોરોએ દહેજની સુવા ચોકડી નજીક વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે ૧૫૦ બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફટીની કોઈપણ ચોકસાઈ વિના રખાયું હતું જેમાં આગની ઘટના બને તો મુશ્કેલીનું સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો. 21 જેટલા આરોપીઓ આ ચોરીમા જોડયેલ હતો. આરોપીઓ દેશના વિવિધ સ્થળોથી હોય તેમ સુત્રો મુજબ જાણવા મળ્યુ હતુ.
ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ૫ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે ૫ કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત કુલ રુ. 1,32,59,378/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેની આગળની કાર્યવાહી દહેજ પોલીસ દ્વારા હાથ ધરવામા આવી હતી.
ભરૂચનાં દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો : રુ. 1,32,59,378/- ના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ : 14 ફરાર .
Advertisement