કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો ભોગ બન્યા છે તે ઉપરાંત ઘણા એવા લોકો છે જેઓ પરિવાર વિહોણા બન્યા છે ત્યારે ભરૂચના ભોલાવ વિસ્તારના સરપંચ દ્વારા એક પહેલ કરવામા આવી છે.
ભોલાવના સરપંચ દ્વારા ગ્રામજનોને કોરના સામે રક્ષણ મળે તે માટે ગૌશાળાના અમૃતધારા અર્કની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના કાળમાં અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી જવા પામી છે તો કેટલાકે સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કોરોના સામે રક્ષણ કઈ રીતે મેળવી શકાય તેની સામે કઈ રીતે બચી શકાય તે માટે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજ સિંહ પરમાર દ્વારા ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગોકુલેશ ગીર ગૌશાળામા બનાવવામાં આવેલ અમૃતધારા અર્કની બોટલોનો વિનામૂલ્યે વિતરણ ઘરે ઘરે ફરી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તેઓ તરફથી 4500 જેટલા અમૃતધારા અર્ક ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ બાકી રહેલા વિસ્તારમાં ૧૫ હજારથી વધુ અમૃતધારા અર્કની બોટલો વિતરણ કરવામાં આવશે.