બનાવ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામ ખાતેના રહેવાસી ૬૦ વર્ષીય વલુસીંગ રૂપસિંગ વસાવા જેઓ ખેતી કરતા કોઈ કારણોસર જંગલ ખાતાવાળી જમીનની વાળને સળગાવાવી તેમજ તોળી નાખવામાં આવતા મૃતક વલુસિંગ સાથે ૯ જેટલા ઈસમોએ ઝઘડો કર્યો હતો, જે ઝઘડામાં વલુસિંગ વસાવાને લાકડાના સપાટા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર મામલા અંગેની જાણ ઉમલ્લા પોલીસ મથકે થતા ઉમલ્લા પોલીસના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઈ મામલાની હકીકત જાણી મૃતક વલુસિંગના પુત્ર રાજેશ વલુસિંગ વસાવાની ફરિયાદ નોંધી ૯ જેટલા ઇસમો સામે ગુનો દાખલ કરી ૯ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
જેમાં આરોપી નંબર (૧)ગોવિંદભાઇ મોહનભાઇ વસાવા (૨) જીતેન્દ્રભાઈ મોહનભાઇ વસાવા (૩) મુકેશભાઈ મનસુખભાઇ વસાવા (૪) દિનેશભાઇ મનસુખભાઇ વસાવા (૫) ભરતભાઈ ધુલીયાભાઈ વસાવા (૬) મિનેશભાઈ ભરતભાઈ વસાવા (૭) દિનેશભાઇ ભરતભાઈ વસાવા (૮) અજયભાઇ મુકેશભાઈ વસાવા અને (૯) હિતેષભાઇ હરિભાઈ વસાવા તમામ રહે મચામડી ગામ નાઓની સંડોવણી બહાર આવતા તેઓ સામે હત્યા સહિતની કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મચામડી ગામ ખાતે ગત સાંજે અચાનક બનેલ પ્રથમ મારામારી અને બાદમાં હત્યાને અંજામ આપવા જેવી ઘટનાએ ગામમાં તેમજ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો, જોકે ગણતરીના સમયમાં હત્યાના તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી પહોંચતા લોકોએ આરોપીઓ સામે ફિટકારની લાગણી વ્યક્ત કરી હાશકારો અનુભવ્યો હતો.