-ભરૂચ જીલ્લા માં ૧૯ જેટલી ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવવા ની હતી જેમાં ૭ જેટલી ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી જેથી ૧૨ જેટલી ગામ પંચાયત માં ૨૫૦ થી વધુ વોર્ડ સભ્ય અને સરપંચ વચ્ચે ખરાખરી નો જંગ જામ્યો હતો…ભરૂચ ના ટંકારીયા. ઓસરા.વગુસણા.લુવારા તેમજ બોરભાઠા બેટ.માટીએડ.અંદાડા જેવા ગામો માં ગ્રામ ગ્રામ પંચાયત ની ચૂંટણી નો માહોલ જામ્યો હતો જેમાં પોતાની સમર્થક પેનલો ને વિજય બનાવવા માટે વિવિધ ઉમેદવારો એ જોર લગાવ્યું હતું…….
આજ રોજ ગ્રામ પંચાયત ચૂંટણી ઓની મત ગણતરી હોય ભરૂચ મામતદાર કચેરી ખાતે સવાર થી શાંતીપૂણ માહોલ માં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી ચાલુ કરવામાં આવી હતી જેમાં જેમ જેમ પરીણામો આવતા હતા તેમ તેમ ઉમેદવાર ના સમર્થકો માં ભારે ઉત્સાહ ભર્યું માહોલ છવાયો હતો તેમજ વિજેતા ઉમેદવારો એ તેઓ ના ગામ માં વિકાસ ના કાર્યો કરવાના અસ્વાસનો આપતા નજરે પડ્યા હતા તો પરાજીત ઉમેદવારો તેઓ ની હાર ના મંથન માં લાગી ગયા હતા .
(હારૂન પટેલ)


