કોરોના જેવી મહામારીમાં લોકોને મદદ કરવી એ ખુબ મહાનતાની વાત છે. કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો કામ વિનાના બેકાર બન્યા હતા. ઘણા લોકોએ ઘરના સદસ્યોને ગુમાવ્યા હતા.
ભોલાવ ગ્રામ પંચાયત ખાતે આજરોજ વર્તમાન પરિસ્થિતિમાં આમ જનતાને જીવન જીવવાનું મુશ્કેલ બની રહ્યું છે કોરોના મહામરીમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી છે ત્યારે ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ભોલાવ ગામની વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી. ઉદય કેર ટ્રસ્ટ દ્વારા ૫૦ વિધવા બહેનોને આપવામાં આવી હતી, આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચ યુવરાજસિંહની ઉપસ્થિતમાં ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યઓ ઉપસ્થિત રહી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગુજરાતના નાના-નાના ગામડાઓમા સરપંચની મદદથી અનાજની કીટનું વિતરણ કરવામા આવી રહ્યુ છે.