તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ત્રણ-ચાર દિવસ દહેશત મચાવી હતી. જેને કારણે લોકોને ઘણું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. વાવાઝોડાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને કારણે હાલ સુધી પણ ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં વીજ અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. છેલ્લા 10 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખેતીની વીજળી મળતી નથી જેને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા સહિતના તાલુકાઓમાં પણ ખેતીના ફીડરો ઉપર વીજળી ન મળવાથી ખેડૂતોનો વાવાઝોડામાં થોડો ઘણો બચેલો પાક પણ નષ્ટ થઈ રહ્યો હતો. જેને કારણે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલ ખેડૂતોનો પક્ષ મૂકી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વીજ પ્રવાહ સત્વરે ખેતી માટે શરૂ કરવા પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. વધુમાં ઝઘડિયા તાલુકાના ધારોલી અને અવિધાના 66 કેવી સબ સ્ટેશનો તૈયાર હોવા છતાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવેલ નથી તેણે પણ ત્વરિત શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી.
ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈએ વાવાઝોડાને પગલે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વિજપુરવઠો ન મળતા જી.ઈ.બી. ને પત્ર લખી રજુઆત.
Advertisement