Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાલિયાના હીરાપોર ગામ ખાતે આડા સંબંધના વ્હેમમાં ધીગાણું થતા એકની હત્યા બે ઘાયલ…જાણો વધુ.

Share

વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં વચલા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત રોજ રાતે નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન થોડે દૂર સૂકાભાઈ પરષોતમભાઈ વસાવા પોતાની પત્નીના આડા સંબંધ આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો અને સૂકા વસાવાના પુત્ર કૌશિક વસાવા,વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા કુહાડી,ધારિયા વડે તેઓના પર તૂટી પડ્યા હતા અને ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલ ક્રીષ્ણા વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ અર્જુન વસાવા પર પણ હુમલો કરતાં તેઓને ઇજાઓ પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જાણતા તેઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં તેઓનું મોત નીપજયું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે પિતા અને ત્રણ પુત્રો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

શેરબજારમાં રચાયો ઈતિહાસ! સેન્સેક્સએ 66000 ની સપાટી કૂદાવી, નિફ્ટી ઓલટાઈમ હાઈ પર પહોંચી

ProudOfGujarat

અનિલ કપૂરને રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર તરફથી પ્રશંસા મળી, તેને બિગ બોસ OTT 3 નો ‘સૌથી નાની અને યોગ્ય હોસ્ટ’ કહે છે!

ProudOfGujarat

ભરૂચ : બકરી ઈદનાં તહેવારની ઉજવણીનાં સંદર્ભે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!