Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

Share

ભરૂચ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ હાલમાં ભરૂચ વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર.શકોરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે.ટાપરીયા નાઓને માર્ગદર્શન અને સુચના આપી ટીમો તૈયાર કરી કામગીરી સોપતા ટીમ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં કામગીરીમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દર્શકભાઇ ઘનશ્યામભાઇ નાઓને મળેલ બાતમી આધારે દિપુકુમાર નંદલાલ બાલા ઉ.વ .૩૮ રહે, યોગેશ્વર નગર, અંકલેશ્વર. તા.અંકલેશ્વર જી.ભરૂચ વાળો ભાડેથી દુકાન રાખી કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ. ૨૪૯૧૫/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં કરી વધુ તપાસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટેને આરંભી.

Advertisement

Share

Related posts

હેડકલાર્ક પરીક્ષા અને GFL કંપનીના કસૂરવારો સામે પગલા લેવાની માંગ સાથે ગોધરા શહેર કોંગ્રેસે પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં કચરો ઉઘરાવતા વાહનમાં ગીત વગાડવાનાં નવતર અભિગમને લોકોએ પસંદ કર્યો.

ProudOfGujarat

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આર્મીના ડેમો ભરતીનુ આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!