ભરૂચ શહેર અને જીલ્લા માં આજ રોજ સવાર થી ઠંડક ભર્યું માહોલ જામ્યો હતો. વાદરો ની વચ્ચે સૂર્ય નારાયણ ઘેરાયેલા નજરે પડતા હતા જેના કારણે શહેર અને જીલ્લા માં વાતાવરણ બદલાઈ જવા પામ્યું હતું..
સાથે સાથે ઠંડા પવન ના કારણે વરસાદી માવઠા ની શયકતાઓ ને જોતા જીલ્લા ના મોટા ભાગ ના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા..જયારે બીજી તરફ ઠંડક ભર્યા માહોલ ને લોકો એ ચા ની ચુસ્કીઓ તેમજ અન્ય ગરમા ગરમ વાનગી ઓ આરોગતા નજરે પડ્યા હતા ..
(હારૂન પટેલ)



