ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને પગલે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેવામાં કોરોનાની બીજી લહેરના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે એક નવો રોગ મ્યુકરમાઇકોસીસ સામે આવ્યો છે. આ રોગ વધુ પડતા કોરોનાથી સારવાર લઈ રહેલ અને કોરોનાની સારવાર બાદ લોકોમાં જોવા મળે છે. હવે આ રોગે ભરૂચમાં પ્રવેશ કર્યો છે. કોરોના સાથે મ્યુકરમાઇકોસીસના વધુ નવા કેસો સામે આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 23 વધુ કેસો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હાલ આ રોગના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે હાલ ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના રોગની સારવાર અંગે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેને પગલે દર્દીઓમે વડોદરા તથા અમદાવાદની હોસ્પિટલોમાં તાત્કાલિક ખાસેડવામાં આવી રહ્યા છે.
Advertisement