ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પિટલ અગ્નિકંડના મામલે આજરોજ તપાસ પંચના નિવૃત્તિ જસ્ટિન ડી.એ મહેતા ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પીટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. મહત્વનું છે કે ઘટનામાં 16 દર્દીઓ અને 2 નર્સ મળીને 18 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. જે બાદ સરકાર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેતા પંચ દ્વારા આજરોજ હોસ્પિટલની મુલાકાત લઇને ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.
Advertisement