બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના એ ડીવીઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ચુનારવાડ વિસ્તારમાં આજરોજ મારામારી સહિત એક જીવલેણ બનાવ બન્યો હતો.
આજરોજ ભરૂચ શહેરના ચુનારવાડ વિસ્તારમાં સાંજના સમયે બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની બાબતમાં મૃતક મહંમદ ઐયુબ અબ્દુલ હમીદ શેખની પત્ની સાથે આરોપી આસિફ મન્સૂરીના અનૈતિક સંબંધો હતા જેને પગલે ગઈકાલે રાત્રે બંને એક સાથે મળી આવતા આજરોજ બંને વચ્ચે ભયાનક મારામારી સર્જાઈ હતી, ભરૂચના લાલબજાર વિસ્તારમાં બે મિત્રો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં મારક હથિયારો ઉછળતાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જેઓને ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે દાખલ કરાયા હતા .મારામારીની ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ઉપર પણ વાતાવરણ ગરમાયું હતું. જેના પગલે સિવિલ હોસ્પિટલ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
ભરૂચના લાલબજારના ચુનારવાડ વિસ્તારના બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ મારક હથિયારો ઉછળ્યા હતા. જેમાં બન્ને ગૃપ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં બે સગા ભાઈ અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક ગંભીર રીતે ઘવાયેલા મહંમદ અયુબ અબ્દુલહમીદ શેખને ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા જ્યારે અન્ય ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનું સાચું કારણ જાણવા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.બંનેએ એકબીજા સહિત મૃતકના ભાઈને પણ ચપ્પુના તિક્ષ્ણ ધા માર્યા હતા જેથી મારનાર તેમજ છોડાવવા પડેલ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચનાં ચુનારવાડ વિસ્તારમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં એકની હત્યા, અન્ય બે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.
Advertisement