Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર ખાડાઓ ન પુરાતા ખેડૂતે સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ.

Share

નેત્રંગથી દેડિયાપાડા હાઇવે ઉપર ઘણા લાંબા સમયથી અરેઠી ગામના સ્ટેશન પાસે મસમોટાં ખાડા પડ્યાં છે. ઘણાં લાંબા સમયથી ખાડા પડ્યાં હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોઈ એવું લાગી રહ્યું છે. ઘણાં સમયથી અકસ્માત થવાની ઘટના અહી રોજ બનતી આવી છે.

ખાડાની ઊંડાઈ ત્રણેક ફુટ કરતાં પણ વધુ હોવાથી અજાણ્યાં બાઈક કે ફોર વ્હીલર ચાલકો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની વણઝાર ઊભી થઈ છે. થોડાં દિવસ પહેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અક્સ્માત સર્જાયો હતો. બીજી રાત્રે ડેડીયાપાડાનાં બાઇક ચાલકનુ બાઇક ખાડામાં પડતાં આગલું વ્હીલ બેન્ડ થઈ ગયું હતું. રોજે રોજ થતાં અકસ્માતની ઝંઝટથી કંટાળીને રોડની પાસે વસવાટ કરતા ખેડૂત રાયમલ વસાવાએ પોતાના ખર્ચે થોડાં જ સમય અગાઉ નવનિર્મિત પામેલા રોડ ઉપરના ખાડાનું સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ હતું. ખેડુતે કરાવેલું પુરાણ હાલ પૂરતા અક્સ્માત રોકી શકે છે. હવે જોઈએ સરકારી તંત્ર આ ખાડા રિપેર કરવા કેટલી ઉદાસીનતા દાખવે છે.

Advertisement

Share

Related posts

સુરતમાં દેશી હાથ બનાવટના તમંચા વેચવા લાવેલો યુપી નો યુવાન ઝડપાયો

ProudOfGujarat

નડિયાદ : વડતાલથી હરિદ્વાર સુધી યોજાનાર કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!