Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અન્ય વિદ્યાર્થીઓમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં વસવાટ કરી રહ્યા છે પરંતુ આજરોજ બપોરના સમયે એક વિદ્યાર્થી જમવા માટે ન આવતા તેને તેના રૂમમાં જોવા માટે ગયા હતા તે દરમિયાન તેના રૂમમાં તેનો મૃતદેહ લટકતી અવસ્થામાં મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

Advertisement

વિદ્યાર્થી તેના રૂમમાં મૃતક અવસ્થામાં સીલીંગ ફેન સાથે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં હોવાના કારણે કોલેજ સંચાલકોએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા નજીકના દાંડિયા બજાર પોલીસ ચોકીના મહિલા પીએસઆઇ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તપાસ દરમિયાન મૃતક નર્સિંગ કોલેજનો વિદ્યાર્થી નામે હાર્દિક દિલીપ ભાઈ પટેલ,રહે. નવસારીનો હોવાનું સામે આવ્યું હતું અને તેઓએ કોઈ અગમ્ય કારણોસર બોયઝ હોસ્ટેલના બીજા માળે રૂમ નંબર ૧૦૭ માં ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી મૃતદેહનો કબજો લે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.


Share

Related posts

બાળકે કૂતરાના હાથ પર કિસ કરી, જુઓ વાયરલ ક્યૂટ વીડિયો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં મોટર સાયકલ ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ જાણો ક્યા અને કેવી રીતે ???

ProudOfGujarat

ભરૂચ-કરમાડ ગામ ખાતેથી ૮ ફૂટ લાંબો અજગર ઝડપાયો-સ્થાનિકોએ અજગરને વાઈલ્ડ લાઇફ વોર્ડનને સોંપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!