18 થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી નથી તેઓ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે. ત્યારે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.
રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.ઉલ્લેખનીય છે કે, કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી છે. હવે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરી દીધુ છે.
પહેલા 18 થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાંખ્યો છે. સરકારે કરેલી જાહેરાત માટે હવે 18 થી 44 વર્ષની ઉંમરના લોકોને હવે રસીકરણ માટે ઓનસાઈટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.