ભરૂચ જિલ્લાના ઝનોર ગામનાં આશા વર્કરોને પૂરતો પગાર ન મળતા તમામ વર્કરોએ આજરોજ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આ આવેદનમાં જણાવ્યુ છે કે અમે કોવિડ-૧૯ ના સમયગાળામાં જીવનાં જોખમે કોરોનાનાં દર્દીઓની સેવા કરીએ છીએ, અમે અમારા પરિવારની પરવાહ કર્યા વિના કોરોના દર્દીઓની દિવસ રાત સેવા કરતા હોય તેમ છતાં સરકાર દ્વારા અમોને પૂરતું મહેનતાણું ન ચૂકવાતા અમારા દ્વારા તા.૨૪/૫/૨૦૨૧ નાં રોજ કલેકટર સમક્ષ લેખિતમાં માંગણી કરવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા આશા વર્કરો જેવા નાનાપાયા પર કામ કરતાં લોકોને પગાર ન ચૂકવાતા હોય આથી આજરોજ ઝનોરનાં આશા વર્કરોએ સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવી પડે છે. સરકાર દ્વારા નાનાપાયાનાં કાર્યકર્તા લોકો માટે પગારની ચુકવણી ન કરવામાં આવતા આજે આશા વર્કરોને રોડ પર ઊતરવું પડે છે.
Advertisement