-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવાર ના સમયે ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક એક ફોરવ્હીલ કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત તેમજ અન્ય બે જેટલા લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે ૧૦૮ ની મદદ થી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતા ……….
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે નંબર ૮ વહેલી સવાર થી ગોઝારો સાબિત થયો હતો જેમાં બે અલગ અલગ અકસ્માતો ના બનાવ માં ૧૨ થી વધુ લોકો ને ઈજાઓ તેમજ એક નું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું……….
(હારૂન પટેલ)