ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ખુલ્લા કાંસ જોવા મળે છે અને હવે ચોમાસુ સીઝન શરૂ થવાને આરે છે. અવારનવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં જાણે ભરૂચ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય અને તે અંગે કોઈ એક્શન ન લેતી હોઇ તેવું જોવા મળી રહ્યું છે.
મળતી માહિતીના આધારે આજરોજ ભરૂચ નગરપાલિકા સભ્યો સમશાદ અલી સૈયદ અને ઈબ્રાહીમ કલકલ દ્વારા વોર્ડમાં આવેલ વિવિધ કાંસની સાફ સફાઈ અંગે અને મહંમદપુરાથી ઢાલ સુધીના રસ્તા પર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા મુદ્દે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડાને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને પાલિકા પ્રમુખ અને સેનેટરી ચેરમેન ચિરાગભાઈ ભટ્ટ અને સ્થાનિક નગરસેવકો દ્વારા સફાઈ થઇ રહેલી કાંસોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ મહંમદપુરાથી ઢાલ સુધીના માર્ગના ટ્રાફિકનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. જોકે આ રસ્તાને પહોળો કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી વહીવટી પ્રક્રિયાઓને કારણે અટકેલી છે. આ રસ્તો જલ્દીથી પહોળા થાય તે અંગે નિરીક્ષણ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો. જેથી વાહનચાલકો હાલાકી વેઠવાનો વારો આવે નહીં.
ભરૂચનાં મહંમદપુરાથી ઢાલ સુધીનાં રસ્તાને પહોળો કરવાની કામગીરીમાં વહીવટી પ્રક્રિયાઓ સ્તબધ : તંત્ર ઘોર નિદ્રામાં..!
Advertisement