Proud of Gujarat
INDIAFeaturedGujarat

સરકારને વ્હારે આવી ખાનગી કંપનીઓ : તૌકતે વાવાઝોડાને પગલે રાજયમાં ખોરવાયેલ વીજ પુરવઠાની કામગીરી શરૂ : ઉર્જા મંત્રી… જાણો વધુ.

Share

તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ફરીથી વીજ પુરવઠો શરૂ કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે ઊર્જા મંત્રી સૌરભ પટેલે વાવાઝોડાને કારણે ખોરવાયેલ વીજ પુરવઠા સંદર્ભે કહ્યું કે, રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવસ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કામગીરી શરુ કરશે . કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના ઉનાને વીજ પુરવઠો 66 કે.વી. દીવ સબસ્ટેશન અને 66 કે.વી. ઉના સબસ્ટેશન મારફત મળે છે. આ બંને સબસ્ટેશનને 220 કે.વી. ધોકડવા સબસ્ટેશનથી બે 66 કે.વી. લાઇનો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. 220 કે.વી. ધોકડવા સબસ્ટેશનને બે અલગ અલગ લાઇનોમાંથી પાવર સપ્લાય મળે છે. 220 કે.વી. સાવરકુંડલા –ધોકડવા લાઇન અને 220 કે.વી. ટીંબડી – ધોકડવા લાઇન. તૌકતે વાવાઝોડું ત્રાટકવાને પરિણામે ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી 66 કે.વી. લાઇનો તથા ધોકડવાને વીજ પુરવઠો પૂરો પાડતી બંને 220 કે.વી. લાઇનોમાં ખૂબ નુકસાન થયું છે. આ બંને લાઇનોના કુલ 23 ટાવરો જમીનદોસ્ત થયા છે. આ 220 કે.વી. લાઇનોનું પુનઃ સ્થાપન ઘણો લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા છે. વીજ પુરવઠો શરૂ કરવા અદાણીની મદદ લેવાઈ. મંત્રીએ ઉમેર્યું હતું કે, જાફરાબાદ ખાતેની 66 કે.વી. લાઇન અદાણીના સહયોગથી ઝડપથી પૂર્વવત થશે. અદાણી દ્વારા 66 કે.વી. કંસારી –સામતેર – ટીંબીના 46 ડી.પી. અને 02 ટાવરની કામગીરી, કંસારી – ઉનાની 15 ડી.પી. તથા સાવરકુંડલા – જાફરાબાદના 10 ટાવરની કામગીરી હાથ ધરવામાં આવી છે. તદુપરાંત અદાણી દ્વારા 220 કે.વી. લાઇન સાવરકુંડલા-જીપીપીએલના 25 ટાવરના પુનઃ સ્થાપનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

મે.સ્ટરલાઇટ કંપનીને 66 કે.વી. કંસારી – દાંડીના 04 ટાવર, 66 કે.વી. કંસારી – મોનોસ્ટીલના 08 ટાવર અને 66 કે.વી. ધોકડવા – રબારીકાની 12 ડી.પી.નું તથા મે. બી એન્ડ સીને 66 કે.વી. ધોકડવા – નવા ઉગલાની 09 ડી.પી. તથા નવા ઉગલા – ગીર ગઢડાની 10 ડી.પી.નું કામ સોંપવામાં આવ્યું છે. ભારત સરકારની મદદથી અન્ય રાજ્યોમાં કામ કરતી 66 કે.વી.ની એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મદદથી અને પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘ઇમરજન્સી રીસ્ટોરેશન સિસ્ટમ’ તથા પ્રણાલીગત પદ્ધતિથી યુદ્ધના ધોરણે આ લાઇનોને ખૂબ જ ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાવર ગ્રીડનાં 156 વીજ કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી જઇને કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય 100 વીજ કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા માલદા કોલકાતાથી વિમાન માર્ગે સ્થળ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉર્જોમંત્રીએ આભાર વ્યકત કર્યો છે.

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ…

ProudOfGujarat

ગોધરા શહેરમાં જરૂરિયાતમંદને સેવાઓ પૂરી પાડતુ સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન.

ProudOfGujarat

માંગરોળ : દારૂના ગુનામાં સંડોવાયેલ ઝંખવાવ ગામનાં આરોપીને એસ.ઓ.જી એ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!