ભરૂચ જીલ્લામાં લાંબા સમયથી દારૂ જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. છેલ્લા એક મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ એલ.સી.બી.એ બાતમીના આધારે પકડી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લામાંથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે તથા દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની વોચ રાખી ધરપકડ કરવાની સૂચના આપવામાં આવેલ આ સૂચનાના આધારે એલ.સી.બી પી.આઇ જે.એન.ઝાલા દ્વારા અલગ-અલગ પોલીસ ટુકડી બનાવી નાસતા ફરતા આરોપી પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હોય જેમાં ભરૂચ એલ.સી.બી એ એપ્રિલ 2021 માં રૂ.11,20,400 નો દારૂનો મુદ્દામાલ મહાદેવનગર સોસાયટીમાંથી ઝડપી પાડયો હોય, જે ગુનામાં આરોપી ધ્રુવ નિલેષ પટેલ રહે. મહાદેવનગર સોસાયટી મકાન નંબર 27 ભોલાવ, તા.જી. ભરૂચ છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હોય આ આરોપીને પકડી પાડવા માટે ભરૂચ એલ.સી.બી. એ હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી કેળવી વોચ ગોઠવી તેને ઝડપી પાડયો છે અને ભરૂચ “સી” ડિવિઝન પોલીસમાં સોંપી દેવામાં આવેલ હોય, આગળની કાર્યવાહી “સી” ડિવિઝન પોલીસ કરી રહી છે.