ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-19 વેકસીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ રસીકરણ સેન્ટરની કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી જેની શરૂઆત થતાં બહોળા પ્રમાણમાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.
ભરૂચ જીલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ-19 વેકસીનેશન સેન્ટરો કાર્યરત છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસી આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા વેકસીન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ તકે તંત્ર દ્વારા શરૂ કરાયેલ પશ્ચિમ વિસ્તારમાં વેકસીન સેન્ટરમાં આ વિસ્તારના રહેવાસીઓએ બહોળા પ્રમાણમા કોવિડ-19 ની રસીનો લાભ લીધો હતો.
ઉપરાંત ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા ડેન્ટલ કોલેજ ખાતે પણ એક વેકસીન સેન્ટર શરૂ કરવાની માંગણી કરી છે. હાલ ભારત સરકાર દ્વારા ત્રીજા તબક્કાની વેકસીન કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો 18 થી 45 વર્ષ સુધીના યુવાનોને કોવિડ-19 સેન્ટરો મળતા નથી તો અહીં પશ્ચિમ વિસ્તારમાં તેમજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે વેકસીન સેન્ટરની શરૂઆત કરવામાં આવે તો વધુને વધુ લોકો કોવિડ-19 ની રસીનો લાભ મેળવી શકે તેમ કોંગી આગેવાનોએ જણાવ્યુ હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-19 વેકસીન સેન્ટર શરૂ કરાયું.
Advertisement