Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

Share

આધુનિક ભારતનાં સ્વપ્ન દર્ષ્ટા દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી હોય આજના દિને ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા રાજીવ ગાંધીનાં ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી લોક સેવાનાં કાર્યો કરવામાં આવ્યા હતા.

આ તકે કોંગ્રેસનાં અગ્રણી પરિમલ સિંહએ જણાવ્યુ હતું કે આજે આ રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરવામાં આવશે. ભરૂચ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ આજે રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવશે, વિવિધ જીલ્લા મથકોમાં માસ્ક વિતરણ, કોરોનાનાં દર્દીઓની હાલાકી દૂર કરવી, દર્દીના સગઓની વાત સાંભળી તેમના પ્રશ્નોનાં નિકાલ કરવા, દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે તે સહિતની કામગીરી કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતું કે રાજીવ ગાંધી એ દેશનાં એક એવા વડાપ્રધાન હતા કે જેમણે આધુનિક ભારતનું સ્થાન બતાવ્યુ હતું જેમાં રાજીવ ગાંધીના સમયમાં ભારત દેશમાં ઈલેક્ટ્રોનિક ક્રાંતિ આવી હતી. દેશના આવા મહાન વડાપ્રધાનને આજના દિને કોંગ્રેસી કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી દેશસેવા-લોકસેવા કરવાનો સંકલ્પ લીધો હતો આ તકે ભરૂચ કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

ProudOfGujarat

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

ProudOfGujarat

ઉમરપાડાના શરદા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!